Saturday, 4 November 2017

ગઝલ

આમ તો ઝાંઝવુ યા ઝરણ હોય છે,
તું  કદી  ઊર્ફે તારું સ્મરણ હોય છે.

કાફલે  કાફલે  એ  કળણ  હોય છે,
ઊંટના પગ ઉપર એક રણ હોય છે.

આપણો ભ્રમ મૂકે દોટ પાછળ અને,
આપણી સર્વ ઈચ્છા હરણ હોય છે.

પ્હાડથી  નીકળી  ને  સમંદર  સુધી,
જળ નદીનું એ નામાચરણ હોય છે.

શબ્દમાં પંડિતો સાવ ભૂલા પડ્યાં,
ભાવને ક્યાં કશું વ્યાકરણ હોય છે.

      *ભરત ભટ્ટ*

No comments:

Post a Comment