Saturday, 4 November 2017

ગઝલ

ઘણા દિવસો પછીની યાદ છે સાચું ને!
હ્રદયથી આ હ્રદયનો આ સાદ છે સાચું ને!

મિલનમાં તો હતી મસ્તી,પછી શું થયું કે?
જુદાઈનો કશો ઉન્માદ છે સાચું ને!

નિસાસા એટલા લાગ્યા છે અંદરથી જો,
પછી આ જિંદગી બરબાદ છે સાચુંને!

હતા જે મૌન દોસ્તો આજ બોલ્યા છે,
પ્રયણનો આ જુદો પ્રતિસાદ છે સાચુંને!

મજા ક્યાં છે મુલાકાતોમાં આજે એવી?
વચનનો આ સમય તકવાદ છે સાચુંને!

વિસામો આપણો આ હિંચકે કાયમ જો,
સમી આ સાંજની સોગાદ છે સાચુંને!

હવે 'આભાસ' માને હાર શ્વાસો સાથે,
ફિસાદી મોત આ ઉસ્તાદ છે સાચુંને!

-આભાસ

No comments:

Post a Comment