નીંદર મારી વેરણ થઇ ગઇ
જ્યારે પીડા કારણ થઇ ગઇ
મૌન હજી ડગ માંડે ત્યાં તો,
યાદો ધીમી પગરણ થઇ ગઇ
કોને ક્યાંથી વાઢું બોલો,
લાગણીઓ પણ નીંદણ થઇ ગઇ
શમણે શમણે ટહુકો ઝીલું,
સાદ ભરેલું સગપણ થઇ ગઇ
નામ વિનાનું પારેવું હું,
વૃક્ષે વૃક્ષે વળગણ થઇ ગઇ
આમ જુઓ તો સાવ પરાયું,
કરિયાવરનું વાસણ થઇ ગઇ
લાભ-શુભના ઉંબર વચ્ચે,
પાંપણ મારી તોરણ થઇ ગઇ
......... વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment