વારંવાર કંઠી બદલવાનું બંધ કર
પંથ એક પકડી ભટકવાનું બંધ કર
પ્રેમભાવ સહુ પર હવે રાખતા શીખી જા
બીજાની લાચારી પર હસવાનું બંધ કર
હાથ લંબાવીશ તો પકડનારા છે ઘણા
દ્વેષ રાખી વેરભાવ રાખવાનું બંધ કર
અમે તો મઝધાર સાથે જ મહોબત કરી
તોફાનનો ડર બતાવવાનું બંધ કર
ધ્યેયની આગને ધધકતી રાખ અંતરે
આગિયાની જેમ ચમકવાનું બંધ કર
પરિવારમાં સહુના સદા સુખ શાંતિ રહે
પરસ્પર સહુને લડાવવાનું બંધ કર
દિલીપ શાહ
No comments:
Post a Comment