માં જીવનની નાવ છે.
માં ઉપવનની છાવ છે.
માં એ ઉગડતા દ્વાર છે.
માં જ ઉછળતા વ્હાલ છે.
માં તો દિવસને રાત છે.
માં જ શ્વાસને વિશ્વાસ છે.
માં એ સ્વર્ગની વાટ છે.
માં જ દિવાની વાટ છે.
માં જ મંથનુ અમૃત છે.
માં જીવનનુ આવૃત છે.
માં જ ગીત ને સંગીત છે.
માં જ ગઝલની રીત છે.
માં જ શિશુની જીત છે
માં જ વિધિની શીખ છે.
માં સપ્તરંગી ધનુષ્ય છે
માં જ સાચુ આયુષ્ય છે.
માં શિતળ વૃક્ષ ચંદન છે.
માં અત્તર સહ વંદન છે.
માં એ ધરતી નુ બીજ છે.
માં જ ધરમ ની ધીજ છે.
માં એજ સકલ સંસાર છે.
માં એજ અસલ કંસાર છે.
માં વગર બૂજેલ આગ છે.
માં કદર ઉગેલ બાગ છે.
માં છે તોજ આજ -કાલ છે.
માં નહી તો જાત બેહાલ છે.
માં એ આસુ નુ કારણ છે.
માં સંતસાધુનુ ઉદારણ છે.
માં એજ કલમ ને શાહી છે.
માં જ શબ્દ વાહીની છે.
માં આધારે જ આ ભાઇ છે,
નહી તો ખાલી ચારપાઇ છે.
~જયદિપસિંહડાભી
~12-11-2017
No comments:
Post a Comment