ઈરાદો તમારો અમોને ખબર છે,
કબૂલાત એની પછીતો અમર છે.
કરીશું અહીંયા સમય જો મળેતો,
નથી હા અમારી એ બોલી નજર છે.
વચન એજ બંધન ચલો મન મનાવ્યું,
કદી હાથ જાલી બતાવો, અસર છે?
પહોંચી પહેલાં કમાણી કરીલે,
વતનની હવે આજ સામે ડગર છે.
વિરહની આ વસમી પળો લો ખતમ થઈ.
મળીશું હવે અંબરે એ અફર છે.
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૭/૦૩/૧૮
No comments:
Post a Comment