થોડું જમ્યો, ને મોત આવ્યું,
દુ:ખ ખમ્યો, ને મોત આવ્યું.
સદા રહ્યો અક્કડ બની,
જરા નમ્યો, ને મોત આવ્યું.
જઈ ન શક્યો કદી’ કયાંયે,
થોડું ભમ્યો, ને મોત આવ્યું.
રહ્યો અળખામણો સૌનો,
લગીર ગમ્યો, ને મોત આવ્યું.
‘સાગર’ હતો અગનજ્વાળા,
માંડ શમ્યો, ને મોત આવ્યું.
– ‘સાગર’ રામોલિયા
No comments:
Post a Comment