આવો ખુદા મારી વહારે રોજ માણસ થાઉં છું,
માણસ થવાના સૌ કરારે રોજ માણસ થાઉં છું.
સંતોષ, સેવા, લાગણી, ઉપકાર જેવું કંઈ નથી,
પણ શી ખબર કોના સહારે રોજ માણસ થાઉં છું.
આ રાત આખી ખદબદે છે કૈં ગુનાઓથી અને,
તો ૫ણ ઉઠી વ્હેલી સવારે રોજ માણસ થાઉં છું.
વેચી જ દીઘી કયારની અંદર સુઘી મેં જાતને,
૫ણ માણસાઇના બજારે રોજ માણસ થાઉં છું.
કાયમ અમે ૫ણ રંગબાજીમાં જ રાખ્યો જીવને,
ને અંત વેળાની કગારે રોજ માણસ થાઉં છું.
© જયેશકુમાર 'જયલા'
No comments:
Post a Comment