લગાગા લગાગા લગાગા લગાગા
દરદની ક્ષણો જેવી હૈયે અડી ગઈ,
કલમ કાગળે શબ્દ થઈ ને ઠરી ગઈ..
ભીની લાગણીએ લિંપાયેલ ઘરને,
નવા કાળની આધુનિકતા હણી ગઈ.
પિસાતી મહોબ્બત ને રડતો હતો ઘા,
રઝળતી ગઝલ ત્યાં અચાનક મળી ગઈ.
અહંકાર, ઈર્ષ્યા નો છે જ્યાં ઘરોબો,
છબી સગપણો ની મને ત્યાં જડી ગઈ.
તૂટેલા હ્રદયની કરામત તો જુઓ,
જખમની તડપ મારી ગઝલો બની ગઈ.
--દિલીપ ચાવડા (દિલુ) ઉચ્છદ
No comments:
Post a Comment