પથ્થર - બથ્થર ઠીક મારા ભૈ
નક્કર - બક્કર ઠીક મારા ભૈ !
ખુદને જીતે એ જગ જીતે
લશ્કર - બશ્કર ઠીક મારા ભૈ !
દોડો, થાકો, પાછાં દોડો
કળતર - બળતર ઠીક મારા ભૈ !
મન ઝળહળ તો ઝળહળ સઘળું
અવસર - બવસર ઠીક મારા ભૈ !
શું લઇ આવ્યા શું લઇ જાશું ?
સધ્ધર - બધ્ધર ઠીક મારા ભૈ !
સાચી ફોરમ માનવતાની
અત્તર - બત્તર ઠીક મારા ભૈ !
મહિમા સાચા ગણતરનો છે
ભણતર - બણતર ઠીક મારા ભૈ !
*ડો. મહેશ રાવલ*
No comments:
Post a Comment