ટીલા-ટપકાં મનવા છે,
ઇશ્વર છે કે,અફવા છે.
માણસ સીધો-સાદો છે,
કેમ થયેલો લકવા છે?
એજ ખરા છે સંગાથી,
ડૂમા-ડૂસકાં મિતવા છે.
બાથ ભરી હૈયા સાથે,
સણકાં મારે ગણવા છે.
કોઇ ભિખારી માંગે ના,
મંદિર એવા ચણવા છે.
વાડીને ઝળહળ કરવા,
ઢેફે દીવા ધરવા છે.
હોડી લઇને કાગળની;
દરિયા મારે તરવા છે.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment