અહીં કોણ કોનું ? મને ના ખબર છે.
રહો છો તમે અે મજાનું નગર છે.
ભલે ફૂલ મળે ના, તમે સાથ હો તો,
અજાણી ડગર ,પણ મજાની સફર છે.
હ્રદયમાં જલે છે પ્રખર આગ કોઈ,
દિલે થાય ટાઢક,અે કોની નજર છે ?
મળે ભીંત જો ચાર , આવાસ છે અે,
ભળે સ્નેહ જયાં, ત્યાં બને અે જ ઘર છે.
હ્રદયમાં જરા આશ ના હોય જયાં પણ,
કહે કોણ દિલ, 'નીર' અે તો કબર છે.
નિરંજન શાહ 'નીર '
No comments:
Post a Comment