*કોઈ જ્યારે દર્દથી રડતું હશે,*
*શું તને કાંઈ જ ના થાતું હશે.*
*દિલની વાતો કોઇ તો કરતું હશે.*
*આમ ખાલી કોઇ ના મળતું હશે.*
*એટલું સુંદર છે એનું તો વદન,*
*ફૂલ પણ એને મળી બળતું હશે.*
*પાનખર આવે ને વૃક્ષો પણ રડે,*
*વૃક્ષમાં એવું તો શું થાતું હશે.*
*અન્ય માટે જે જીવન જીવે અહીં,*
*એની સામે વૃક્ષ પણ નમતું હશે.*
*-ઉમેશ તામસે 'ધબકાર',*
*વ્યારા (તાપી)*
No comments:
Post a Comment