Tuesday, 23 October 2018

ગઝલ

લાગણીના બોજથી તૂટી રહ્યો છું હું સદા,
સાંજના સૂરજ સમો ડૂબી રહ્યો છું હું સદા;

ક્યાં જઉં હું??શું કરું હું??કંઇક તો કહી જા મને,
રોજ એકલતા મહીં ડૂબી રહ્યો છું હું સદા;

જો તું આવીને જરા કે હાલ શું મારા થયા??
બસ બધું કારણ વગર બબડી રહ્યો છું હું સદા;

કાળજે તારા અસર મારી દશા કરતી જો હો,
ઠાર આવી આગ તો સળગી રહ્યો છું હું સદા;

આપ તો કહેતા હતા કે દૂર ના રહેશું કદી,
ને હવે અહીં એકલો રખડી રહ્યો છું હું સદા..!!

- પંકજ ગોસ્વામી

No comments:

Post a Comment