ગાલગાગા ગાલગાગા ગાલગા
'પ્રેમમા'
એવી રીતે હું ઘવાયો પ્રેમમાં,
ઠેઠ ભીતરથી હણાયો પ્રેમમાં.
એક તારા ઘરને છોડીને બધે,
ગામ આખામાં છવાયો પ્રેમમાં.
તું કળે છે પ્રેમ ને શબ્દો વડે,
મૌન થઈ હું ઓળખાયો પ્રેમમાં.
ચાંદ, સૂરજ ને મળ્યો જ્યાં ભેટમાં,
એક તારો ઓરમાયો પ્રેમમાં.
પંખી જેવું ડાળથી ઊડી ગયું,
હું થયો 'હું' થી પરાયો પ્રેમમાં.
--દિલીપ ચાવડા (દિલુ)
No comments:
Post a Comment