શું શું હશે?
આંખમાં કસ્તર નથી, આંસું હશે?
હું નથી જો તો પછી શું એ હશે?
પાંખ ક્યાં છે કે દઈ ફેલાવીને
આંબવા આકાશ ઉડું હું? હશે!
આયના સામે હતો હું, આયનામાં
હું નહોતો, શું કોઈ બીજું હશે?
હાથતાળી દઈ મને નાસી ગયો
ને હું એની રાહ જોઉં છું,હશે!
એષણાનું પોટલું ભારે "હરિ"
ભાર શેનો છે? બીજું શું શું હશે?
- હરિહર શુક્લ "હરિ"
૧૬-૧૦-૨૦૧૮/૧૭-૧૦-૨૦૧૮
# રદીફ "હશે" પરથી ગઝલ
No comments:
Post a Comment