Wednesday, 17 October 2018

ગઝલ

શબ્દના ઝખ્મોથી હૈયું તો ઉઝરડાતું હશે,
ને સ્મરણ કોઈ ઘરેણાં જેમ સચવાતું હશે.

અશ્રુ આ ભીંતો ન સારે રાતભર કારણ વગર,
ચાર દીવાલો મહી એકાંત પડઘાતું હશે.

એમ કંઈ એ રોજ આવે થોડું  દ્વારે આપણા,
ક્યાંક નક્કી લાગે છે અંધારુ પૂજાતું હશે.

આંગણે કલરવ વિહગનો, પારણે મલકાતું ફુલ,
જીવતરનુ પોત સાચ્ચે ત્યારે પેરાતું હશે.

લાલ થઈ ગઈ રક્તથી એ ભીંતને પુછ્યું કદી?
પ્યાસનુ પંખી ઉંબરમાં રોજ અથડાતું હશે.

એટલે હું શ્ચેત કોરી રાખુ મારી જાતને,
રંગવા હસ્તિ પતંગિયું થોડું કચડાતું હશે?

બહાર કે અંદર મે જોયું ટોળું ભીખારી તણું,
સૌને મસ્જિદ કે ભલા મંદિર દેખાતું હશે.

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment