અજવાળાની આગળ અને અંધારાની પાછળ વાત થાય છે ,
અંધારાને જો કહો અંધારું ત્યાં તરત વિખવાદ થાય છે .
સાથમાં હોય ત્યારે શું બોલે એનો ન આવે વિચાર ,
તરછોડે ત્યાં દેખાય બદલાયેલો આચાર .
આ છે હક્કીકત દુનિયાની ,જ્યાં પીઠ પાછળ પ્રહાર થાય છે .
અજવાળાની આગળ અને અંધારાની પાછળ વાત થાય છે ,
અંધારાને જો કહો અંધારું ત્યાં તરત વિખવાદ થાય છે .
અંધારું અજવાશ થઇ ઓળખાય , ને અજવાળાએ સાબિતી આપવાની ,
અદાલતમાં અંધારાએ બેસી અજવાળાની જાત માપવાની .
આ એ જગ છે જ્યાં અંધારાની વાહ વાહ થાય છે .
અજવાળાની આગળ અને અંધારાની પાછળ વાત થાય છે ,
અંધારાને જો કહો અંધારું ત્યાં તરત વિખવાદ થાય છે .
પદ મળે અજવાળાને અને તરત અંધારું લઈને આવે પાંખો ,
અજવાળું પણ તરત બોલે સત્યને ઊંડા કૂવામાં નાખો.
આ રીતે અંધારાનો જગમાં વિસ્તાર થાય છે .
અજવાળાની આગળ અને અંધારાની પાછળ વાત થાય છે ,
અંધારાને જો કહો અંધારું ત્યાં તરત વિખવાદ થાય છે .
અંધારું કે અજવાળું એ આપણા હાથની વાત છે ,
જે જાય બદલાય એને પૂછી લેવું ,માનવની જાત છે ?
આ લોભામણી દુનિયામાં અજવાળાની કસોટી કરી તપાસ થાય છે .
અજવાળાની આગળ અને અંધારાની પાછળ વાત થાય છે ,
અંધારાને જો કહો અંધારું ત્યાં તરત વિખવાદ થાય છે .
અજવાળાની આગળ અને અંધારાની પાછળ વાત થાય છે ,
અંધારાને જો કહો અંધારું ત્યાં તરત વિખવાદ થાય છે .
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
No comments:
Post a Comment