Monday, 29 October 2018

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હેલારો પડછાયો

હરિયાલાં ખેતરનાં તેતર સમ પાદરમાં આવીને ચરવું,
સમડીના પડછાયે હેલારો થઈ હરફરતા શેઢામાં ઠરવું.

ગમાણને ગોટમોટ ઓઢીને પોઢીને સૂતેલી ગાય કને ખીલા સમ ખોડવી.
ઉઘડતી અમળાતી પાંખોને એક કરી આંખોથી કેમ કરી ઘૂસરીએ જોડવી ?
તરુવરના પડછાયે લપાતાં પંખીને મનભરી ગાવાનાં સપનાનું ધરવું.
હરિયાલી સીમને કેતરનાં તેતર...

હલકાતા-પડકારા પાંગરતા પાળિયામાં સિંદૂરિયા થાપામાં હલચલને લાવે,
લાલચટક લ્હેરુમાં ઉભરાતા મોલ સમ હરખાતા તોર સીમ ભરી ગાડું છકાવે.
ભર ચોમાસે વવાયાં બીજને વાછટ ન લાગે એ વાતોના વળથી તરવું.
હરિયાલી સીમ ને ખેતરનાં તેતર....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment