Monday, 29 October 2018

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

લટકે તાળું

લઘરી આશા લથબથ ઝૂલે,
અંધારાં અજવાળાં વચ્ચે તાળું,
ના ચાવી નજરે ભાળું.

ધૂળ ભરેલું ગાડું વટકે રસ્તે અવળું   જાય ઝપટમાં,
આમ નહિ પણ તેમ વહે આ સરિતા કેરા પટમાં.
અધકચરું ને અધવચ્ચે જે છટકે ઠાલું ઠાલું.
અંધારાં અજવાળાં વચ્ચે.....

દ્વાર કનેરી ઊભી ડોલી, ના આવે ન જાય આઘેરી,
વળગી પણ ના વરસી, તરસ્યા પડછાયાના વેરી.
બે પાટાની વચ્ચે ગઠરી મુકી છૂટે જો ગરનાલું.
અંધારાં અજવાળાં વચ્ચે...

– ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment