----------------------------------------------------
*ગઝલ/મૂળમાં ભળી રહ્યો છું*
----------------------------------------------------
યાદોની જ્યોત લઈને હરપળ બળી રહ્યો છું.
થઈ મીણ આજ કેવો હું ઓગળી રહ્યો છું!
મારાપણા જ જેવું છે આગમન તમારું,
જાણે કે જાતને હું આજે મળી રહ્યો છું.
હું ખોફના પ્રદેશે કેવી ગતિને પામ્યો!
બીજાની વાત છોડો ખુદથી છળી રહ્યો છું.
પોષણ હવે તો પામું એના થકીય મિત્રો,
આંસુનું ધાન ઝીણું, રોજે દળી રહ્યો છું.
કોઈ પીડા ન પામો, અવસર બધાં મનાવો,
તત્ત્વો બધા જ છોડી, મૂળમાં ભળી રહ્યો છું.
*પીયૂષ ચાવડા*
No comments:
Post a Comment