આજ દિલ ઉદાસ છે!
વાત એ તો ખાસ છે!
કોડિયું જાગે જ છે!
ઠરેલો અજવાશ છે!
વાત તું એવી ન કર!
અરીસો આભાસ છે!
ચિત્ર આબેહૂબ પણ!
રંગ માં ફિક્કાશ છે!
સુગંધો મૂકી ગયો!
વધેલો સહવાસ છે!
સાચવી લે દિલ ને!
ચોર પણ ચોપાસ છે!
"રશ્મિ"ની અસ્કયામત!
ધરા છે આકાશ છે!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"
No comments:
Post a Comment