આ સમય ચાલ્યો જવાનો જોઇ લેજે,
એ ફરી નહિ આવવાનો જોઇ લેજે.
અન્ય માટે જિંદગી તું જીવી લેજે,
ઈશને પ્યારો થવાનો જોઇ લેજે.
પ્રશ્ન પૂછે આયનાને તું ભલે પણ,
નહિ એ ઉત્તર આપવાનો જોઇ લેજે.
જો અહમને ખુદમાં રાખી મૂકશે તો,
ખુદને પણ તું મારવાનો જોઇ લેજે.
ખુદને જો ના જાણશે તું જિંદગીમાં,
તું કદી ના જીવવાનો જોઇ લેજે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
No comments:
Post a Comment