રોજ દિલમાં દીપ ઝળહળ થાય છે,
રોજ દિલમાં આમ ભણતર થાય છે.
વાત દિલની મેં કહી દીધી બધી,
તે છતાંયે દિલમાં કળતર થાય છે.
શું કર્યું છે આપણે એવું અહીં.
આપણી સૌ વાત હરપળ થાય છે.
કોઇ દી તો કામ સારાં ના કર્યા.
તેથી આજે હાથ થરથર થાય છે.
ખુદને સમજી ના શક્યો માનવ કદી,
એટલે નફરતનું ચણતર થાય છે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
No comments:
Post a Comment