ગઝલ-વલ્કલ વસંતી પહેરીને ...
ડાળ પરના ફૂલ કેવા ડોલે છે?
કે વસંતી વાયરાને તોલે છે.
કેસરી વલ્કલ વસંતી પહેરીને ,
આ કણેકણમાં જગત આંદોલે છે.
ખેતરોની ક્યારીમાં રૂપ ઉઘડે,
સાંજ કેસરયાળુ કેસર ઘોલે છે.
એકડો ઘૂંટે પ્રણયની જ્યાં વસંત
દ્વાર આ "દિલીપ" ક્ષણ ના ખોલે છે.
દિલીપ વી. ઘાસવાલા (સુરત)
No comments:
Post a Comment