Sunday, 3 March 2019

ગઝલ

'બને'  (ગઝલ)

ના કશું ભૂલાય તો લખવું બને,
મનમાં એ વમળાય તો લખવું બને!

જિંદગીમાંથી કો' ચાલ્યું જાય ને
ખાલીપો વર્તાય તો લખવું બને!

કોઈ ના વાંચે તો ત્યાં અટકી જવાય!
આપણું વંચાય તો લખવું બને!

જો લખાતું તો રહે ક્યારેક, પણ
એ પ્રગટ પણ થાય તો લખવું બને!

જો સરળ હો જિંદગી ના કંઈ લખાય!
આપણાં બદલાય તો લખવું બને!

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment