Sunday, 10 March 2019

ગઝલ ૨

🕉ગં ગઝલાય નમઃ

ડૉ.સત્યમબારોટ

ગઝલો લખતાં રોજે બોલો ,🕉ગં ગઝલાય નમઃ .
શબ્દો સાથે દિલને ખોલો 🕉 ગં ગઝલાય નમઃ .

દિલથી દિલના સાથે જોડો 🕉ગં ગઝલાય નમઃ.,
મનની સૌએ ગાંઠો છોડો 🕉ગં ગઝલાય નમઃ.

માનવ છે દુનિયામાં મોટો, 🕉ગં ગઝલાય નમઃ,.
તોયે જાતે થાતો ખોટો,🕉 ગં ગઝલાય નમઃ.

જગના રંગે જાતો ઢાળો,🕉ગં ગઝલાય નમઃ,.
જીવન સાચે સાચું પાળો,🕉ગં ગઝલાય નમઃ.

સૌની સાથે નાતો રાખો,🕉ગં ગઝલાય નમઃ,.
સુખની સાથે દુખને ચાખો,🕉ગં ગઝલાય નમઃ.

જૂઠી મનસાઓને બાળો,🕉ગં ગઝલાય નમઃ,.
ઝઘડાઓને દિલથી બાળો,🕉ગં ગઝલાય નમઃ.

ધર્મોના જે વાદે જાતો🕉ગં ગઝલાય  નમઃ,.
પાછો ખોટો માણસ થાતો🕉 ગં ગઝલાય નમઃ.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

તમારી દુવાની અસર જોઈએ છે.
ગમે તે હશે એ કસર જોઈએ છે.

ખુદા ક્યાં છે મારે નથી કામ એનું,.
તમારી પળેપળ ખબર જોઈએ છે.

ન થોડું, ન જાજું ,કશુંયે ખપેના,.
હૃદય ખાસ પ્રીતે સભર જોઈએ છે.

નથી કોઇ ઊંચાઇ પર જાવું મારે,.
તમે જ્યાં છો સાથે સફર જોઈએ છે.

જીવી છું તમારી જ સાથે મરીશું,.
અને મોત સાથે કબર જોઈએ છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment