Friday 15 November 2019

ગઝલ

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા

સગપણો આજે ઘણાં ભેંકાર લાગે છે.
લાગણી એ કારણે નાદાર લાગે છે.

હું સમાવી લઉં હવાને બાથમાં એથી,
ઋતુને બદલાવનો પડકાર લાગે છે.

એમની વાણી હતી અમૃત ભરેલી પણ,
એમનો તો ઝેરનો વેપાર લાગે છે.

એ અચાનક આંગણે આવી ઉભા છે આજ!
સ્વપ્ન પ્રાત: કાળનું સાકાર લાગે છે.

બેવફાઈ એ હદે ભરખી ગઈ અમને,
કે વફાના મનસૂબા નાકાર લાગે છે.

--દિલીપ ચાવડા (દિલુ) સુરત - ઉચ્છદ

No comments:

Post a Comment