Friday 15 November 2019

ગઝલ

કસોટી જિંદગીની..

મધ્ય દરિયે છું છતાં દિશા નથી આપી શકયો,
છેતરાયો પણ સબંધોને નથી માપી શક્યો.

ઓ પ્રભુ કેવી કસોટી   જિંદગીની તું કરે ?
છું છલોછલ લાગણીથી પણ નથી વ્યાપી શકયો.

દાખલો એવો અડગતાનો છે પર્વતના સમો,
બર્ફમાં હોવા છતાં પણ એ નથી કાંપી શક્યો.

હે પ્રભુ અંતિમ સમયમાં તેં મને પરવશ કર્યો,
મુજ ચિતાને એક ચિનગારી નથી ચાંપી શક્યો.

'તું નથી'નો ભાવ જો કેવો  સતાવે છે "દિલીપ" !!?
માત્ર દિલને દિલ વિના બીજું  નથી આપી શક્યો.

દિલીપ વી ઘાસવાળા

No comments:

Post a Comment