લગાગા લગાગા લગાગા લગાગા
કપાળે ભસમ ચોપડીને, જુઓ તો,
છળે આદમી આદમીને, જુઓ તો,
કરે છે એ વાતો અમારા વિરહની,
ફરી પાછા રસ્તે મળીને, જુઓ તો.
સુકાતી નદીને મળ્યું એક ઝરણું,
તમારા અધરને અડીને, જુઓ તો.
કશું પણ નથી તોય લૂંટી શકો છો,
હજી ઘાવને ખોતરીને, જુઓ તો.
બધી બાબતોમાં બગાડુ છું બાજી,
અહમને શરતમાં રમીને, જુઓ તો.
કબર પર પ્રણયના મળ્યા છે નિશાનો,
હવે શું કરું પણ ઊઠીને? જુઓ તો.
દિલીપ ચાવડા 'દિલુ' સુરત
No comments:
Post a Comment