Thursday, 2 April 2020

ગઝલ

એટલે લાચાર કોદાળી હતી
થડ ઉપર બે ત્રણ લીલી ડાળી હતી

જેટલી કાળાશ વ્રૃત્તિમાં હતી
એટલી મધરાત ક્યાં કાળી હતી ?

એ જ માળીએ મરોડી ડોકને
જેણે હળવે હાથે પંપાળી હતી

એટલે પિત્તળ થઈ ગઈ ભૂખ પણ
વેચવા બસ સ્ટિલની થાળી હતી

તોય અકબંઘ રહી ગઈ સૌ એષણા?
જાત તો હેમાળે જઈ ગાળી હતી

ચંદ્રેશ મકવાણા

No comments:

Post a Comment