Thursday, 2 April 2020

ગઝલ

ચાંદ જેવો ચાંદ ઠારી-ઠારીને જોતાં હશે,
જે સૂરજને રોજ ધારી-ધારીને જોતાં હશે !

જેમ હું જોયા કરું છું એનાં ઘરનાં બારણાં,
ચોરી-ચોરી એય મારી બારીને જોતાં હશે.

સાધુતામાં કૈંક જો ખૂટી પડે ક્યારેક તો,
સાધુ પણ ત્યાં છેવટે સંસારીને જોતાં હશે.

કેકની દુકાનને જોતાં ગરીબડાં બાળકો-
મનને કેવું સાવ મારી-મારીને જોતાં હશે !

આજ એ છો મોં બગાડે પણ લખી લેજો 'નિનાદ'
એક દિવસ આરતી ઊતારીને જોતાં હશે !

- નિનાદ અધ્યારુ

No comments:

Post a Comment