Thursday, 2 April 2020

ગઝલ

ચરણમાં  છે  મંઝિલ  ને  અટવાય  છે !
ખબર નહીં આ રસ્તાઓ ક્યાં જાય છે?

તને   થાય   છે   તે   મને    થાય   છે !
બીજું   શું ,  એને   પ્રેમ  કહેવાય   છે !

હવા   જેમ   તું   અમને    ભેટી    પડે;
તો    વાતાવરણ   જેવું   જીવાય   છે !

તેં    પંખી   તરફ    તીર    તાક્યું    હતું
ને     મારા  તરફ    તીર    ફેંકાય    છે !

મળીએ      છીએ      આપણે     ખુદને
આ  પડછાયો  ત્યારે   ક્યાં સંતાય  છે ?

  ભરત ભટ્ટ

No comments:

Post a Comment