Thursday, 2 April 2020

ગઝલ

પીડા આલો ધીરે...ધીરે,
મૂકી ભાલો  ધીરે...ધીરે.

ગબડી પડશો ઊંડે..ઊંડે,
જળ પર હાલો ધીરે..ધીરે.

ફસકી જાશું થેલા માફક,
મુજને ઝાલો ધીરે...ધીરે.

પાનખરોને ફાંસી આપો,
ફૂલોફાલો  ધીરે...ધીરે.

ડૂમા-ડૂસકાં લખશે માણસ,
થાશે   ઠાલો ધીરે...ધીરે.
                  -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment