કોઈ અજ્ઞાત ડરમાં છું, મજામાં છું !
દરેક પળની ખબરમાં છું, મજામાં છું !
પ્રથમ પહેલાં પ્રહરમાં છું, મજામાં છું !
ભીતરમાં છું, સફરમાં છું, મજામાં છું !
અજાણ્યા એક નગરમાં છું, મજામાં છું
હું સંશયગ્રસ્ત,ઘરમાં છું ,મજામાં છું !
હું સપનાઓને કણકણમાં વિખેરીને
તળેટીથી શિખરમાં છું, મજામાં છું !
છે મારી આજુબાજુ સેંકડો સંશય
ઉપર નીચે ફિકરમાં છું, મજામાં છું !
------------ ભરત ભટ્ટ --------
No comments:
Post a Comment