તર્ક છે, માત્ર તર્ક; તર્ક તથ્ય નથી
બંધ મુઠ્ઠીમાં કોઈ રહસ્ય નથી
જો,પુરાવાની વીલચેર લઈને ફરે
સત્ય પોતેય સંપૂર્ણ સત્ય નથી
એનો સ્વીકાર કરવો, પ્રથમ શર્ત છે
ચીજ કઈ છે જે ભવ્યાતિભવ્ય નથી
બસ, ગઝલવ્યાસપીઠેથી કહેવાય છે
કૈંક એવી કથા કે જે કથ્ય નથી
જળજીવોનીય ચિંતા થતી હોય છે
સ્નેહી સ્નેહી છે સ્નેહી અગત્સ્ય નથી
- સ્નેહી પરમાર (પીડા પર્યંતમાંથી)
No comments:
Post a Comment