તને હું જોઉં જ્યારે પણ મધુર ઉત્સવ થવા લાગે,
નથી કઈ હાથમાં મારા છતાં વૈભવ થવા લાગે.
સરળ ક્યાં હોય છે કંઈ પણ, બધીયે વાત સમજું છું,
તું ખાલી 'હા' કહી દે તો બધું સંભવ થવા લાગે.
ઘણું ખાલી છે મારું ઘર, છે સૂની જિંદગાની પણ,
ઉદાસી તું જો તોડે તો ફરી કલરવ થવા લાગે.
ઉના આ વાદળોએ પણ તમન્ના સાંજની રાખી,
જો મોસમ બદલે એનો રંગ તો અવઢવ થવા લાગે.
હવે શું ફાયદો એ જૂની પાછી વાત કાઢીને,
કરો છો યાદ એને તો ફરી વિપ્લવ થવા લાગે.
-અંજના ગોસ્વામી *અંજુમ આનંદ*
No comments:
Post a Comment