Wednesday, 15 April 2020

ગઝલ

શો ભરોસો જીવતરનો કોણ છે કે તારશે?
આરદા બસ એટલી કે અંતમાં એ વારશે

આ જગતનાં આંગણામાં ખેલ સૌ એના થકી
શ્વાસ કેરી જ્યોત સૌની એજ અંતે ઠારશે

પાંખ આપે આંખ આપે ગાન પણ એ આપતો
તેજનાં તોફાન વચમાં એજ તો ઉગારશે

આભમાં  વિમાન વેગે વીજળી સમ જિંદગી
મોત જેવું મોત પણ અંતે મને સત્કારશે

સોન આ સંસાર એની રંગભૂમિ લાગતો
પાત્ર પેલે પાર સઘળાં એજ તો ઉતારશે

          પાર્થ ખાચર

No comments:

Post a Comment