Wednesday, 15 April 2020

ગઝલ

કયાંનું તું સરનામું આપે છે પ્રભુ ને ક્યા મળે છે?
ને છતા પણ ઝુંપડીમાં દીપ શ્રધ્ધાનો બળે છે.

જો દુવામાં શબ્દ નહી પણ થોડું દિલ ભીંજાયેલુ હોય,
તો પ્રભુ તો શું અહીં સૌ પથ્થરો પણ સાંભળે છે.

પ્યાસ લઈને આંખમાં બસ ઝુરવાંનુ છે મળ્યું સૌને,
કોઈ તો દેખાડ એવું કે તરસ જેની ટળે છે.

આપ ટેકો તું જરા ભાંગી પડેલા બાપને દોસ્ત,
જે વળાવી દીકરીને ઉંબરે પાછો વળે છે.

આંખમાંથી જે હિમાલયની વહે ગંગા કહેવાય,
પણ શું કહેશો એને જે પિતાની આંખે નીકળે છે

હો તળેટીમાં કે ટોચે શીખજે ઢળવાંનું પ્હેલા,
સુર્ય જેવો સુર્ય પણ સાંજે જઈ ક્ષિતિજે ઢળે છે.

તું સ્મરણ કર ઈશનું તારા, હુ મારી માતને સ્મરું,
ચાલ આસ્થા જોઈએ કોના પ્રભુજીની ફળે છે.

*શૈલેષ પંડ્યા નિશેષ*

No comments:

Post a Comment