Wednesday, 15 April 2020

ગઝલ

🌳🌳🌳🌳🌳🌳🌳

ડૉ.સત્યમબારોટ
ગાગાગાગા લલલ લલગા ગાલગા ગાલ ગાગા

મન્દાક્રાન્તા,અક્ષરમેળ, સત્તરઅક્ષર

કોરોના તો જનમ લઇને ચીનથી ખાસ જાગ્યો.
આજે આખા જગતભરમાં ગામડે ગામ વ્યાપ્યો.

ઈરાદો છે જગતભરને રોગથી પીડવાનો,.
માટે એણે અમર બનવા ઘાતકી રોગ વાવ્યો.

જાજી શિક્ષા સમજ કરતાં ખૂબ સારી નથી ભૈં,.
વિજ્ઞાને તો જનમ ભરનો જ્ઞાનનો સ્વાદ માણ્યો.

જેનાં જેવાં કરમ અહિયાં હોય એવું ભરે છે,.
આખી ભૂમિ ખતમ કરવા ચીનથી માલ લાદ્યો,.

યુધ્ધોથી ના સબક મળતો કેમ આ માનવીને,.
કોરોનાથી મરણ રસનો જો નવો સ્વાદ ચાખ્યો.

ચારેબાજુ જનજન ભણી મોત થૈ રોગ લાગ્યો,.
ના, તો લેવા સ્વજન શબને માનવી એક આવ્યો.

લોકો એવા નરમ થઇ ગ્યા આગ જ્યાં મીણ બાળે,.
ઘેરે રેં'શો તરત સમજો આ બધો રોગ ભાગ્યો.
ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment