તડકો !
ઊતરે છે આભમાંથી રોજ તડકો !
ઝેબ છે ખાલી અને છે સાવ કડકો !
ધોમધખતો તાપ આપે છે ધરાને,
મૃગજળ થૈ એ બતાવે લાલ ભડકો.
પાદરો સૂના થયા છે જણ વિના ને,
હાંફતી ને ભાગતી આ ગરમ સડકો.
ભાણ પણ છે ક્રોધમાં ને આગ ઓકે,
ધારિણીના ઉર મહીં તો આજ ફડકો.
કાંખમાં ટાઢક લઈને સાંજ આવે,
ભાગતો ને લાજતો જો 'કાંત 'તડકો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment