લગાગા ૪ - ઉઝરડો
મારા વિચારો
જો તું દે ઉઝરડો ઊભરવું ગમે છે,
છે મારી સમીપે એ ધરવું ગમે છે..
રહું જીવતી હું તમારા સ્મરણમાં?
ખુશીથી એ વાતે જ મરવું ગમે છે..
*ઉઝરડા* વિશે ના દવાઓ બતાવો,
મીઠાં દર્દમાં તો વિહરવું ગમે છે..
કદી કોઈ નાસૂર લાગે ઉઝરડો,
એ પીડા થકી સ્હેજ ડરવું ગમે છે..
અગર થાય મારી સૌ ઈચ્છાઓ પૂરી?
બની જાઉં તારો કે ખરવું ગમે છે..
અંજના ગાંધી "મૌનું"
No comments:
Post a Comment