Wednesday, 7 September 2016

કુણી કાખલિયુંમાં સપનાં

કુણી કાખલિયુંમાં સપનાં
              ડૉ. ભાવેશ  જેતપરિયા

કુણી કાંખલિયુંમાં સપનાંઓ આળોટે
પૂર પૂર ઉછળતાં
કાલ ઉગીને ગાશું મનભર ગીતો રણઝણ મોજું ભરતા

જીવતરની લાંબી કેડી પરથી કૂજતા સામે પારે જાવું
ના ડગમગ ના લગભગ કરતી હોડી હામ ભરેલી થાવું
મથવું કથવું સતત ઝૂઝવું બાહુબલથી હથિયાર ઘરતા
કુણી કાંખલિયુંમાં સપનાં....

બૂલંદી અવાજ લઈને પડકારા ઝીલી ખૂશ્બૂ દેવા ખીલવું
ભરચક ભરીને સ્નેહના દરિયા હેલી હરખે ભરી ઝીલવું
અડખે પડખે હોય અગોચર કાંટા તો પણ ફૂલ બનીને ફરતા
કુણી કાખલિયુંમાં સપનાં.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

No comments:

Post a Comment