Thursday, 15 September 2016

અછાંદસ

અભિવ્યક્તિ
                     વહી દા ડ્રાઈવર
લપેટેલા સબંધ લઇ
ફર્યા કરું છું
કૃત્રિમ હાસ્ય હોઠ પર
લાવ્યા કરું  છું
મારે છતું થવું. છે
પારદર્શક કાચની જેમ
કિન્તુ
અહીં  સૌ
દર્પણ ની જેમ છાપ શોધે છે
ને
મારે તો વ્યક્ત થવું છે
તાજા
જન્મેલા નિર્દોષ ભૂલકાઓ ની જેમ
હું
આકાશ માં
આઝાદ પંખીને તાકયા કરું છું.

No comments:

Post a Comment