એક તરહી ગઝલ
મળે જો સાથ મુજને પણ, કરું હું એક નાદાની,
સમાવા આંખમાં તારી, કરું હું જાતને નાની.
મિલન થાશે કઈ રીતે, હવે મારા પ્રણય સાથે,
અમે છે પ્રેમના રોગી, તમે રૂપના છો અભિમાની.
સતાવાની અદા છે શું, તમારી આ હૃદયને પણ,
બધા સ્વીકાર છે નખરા, કરો ના આમ મનમાની.
નથી નાસ્તિક છતાં પણ એ, ખુદા મુજથી થશે નારાજ,
હૃદયમાં જ્યાં કરું પૂજન,હવે તુજને ખુદા માની.
નથી હું કર્ણ કોઈ જયાં,કવચ આપું પ્રહર ટાણે,
ફક્ત આ પ્રેમના છીએ, હંમેશાથી અમે દાની.
નયનમાં ક્યાં ફક્ત તુજને નિહાળીને વસાવી છે,
પ્રણય તારા હૃદયથી છે,છુપી જે વાત રહેવાની
હવે "સર્જક" મળે કોનો સહારો મોક્ષના સફરે,
કરું સત્સંગ એકાંતે, બનીને પ્રેમનો જ્ઞાની
ગૌતમ પરમાર "સર્જક".
-(મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ)
No comments:
Post a Comment