ધગધગતા સિતારાથી પણ રાત સજાવું છું,
સણસણતું જણાવું તો હું શ્વાસ ઘટાડું છું.
ઉપકાર ગણી લઉં છું ઘટના જે ઘટે એના,
ને સાથે જરા મારી સમજણને વધારું છું.
તેથી ન ગમ્યો હોઉં તો બદલી શકો છો દૃશ્ય,
દેખાયું મને જેવું હું એ જ બતાવું છું.
અવકાશ કોઈ ક્યાં કે સમજાય નહીં અર્થો,
લડતો'ય રહું છું ને રથ પણ હું ચલાવું છું.
ધગધગતા સિતારાથી પણ રાત સજાવું છું,
બિલકુલ ન કહો,ખુદને હું વ્યર્થ જગાડું છું.
-જિગર ફરાદીવાલા
No comments:
Post a Comment