Monday, 28 November 2016

ગઝલ

*પલ* | *હૃદયનો સીધો અનુવાદ*

ઉત્પાતોની  અલમારીમાં,
જીવન આખું ચકચારીમાં.

હસતાં જખ્મો પ્યારી પીડા,
શ્રદ્ધા  બેઠી  ખણનારીમાં.

પિંડે પિંડે જોખમ જૂદા,
જબરી હિંમત જણનારીમાં.

તાણાવાણા ક્યાં જોડે છે ?
કૌવત ક્યાં છે વણનારીમાં.

પિત્તળનાં બેડાઓ ક્યાં છે ?
મન ક્યાં ચોંટે પનિહારીમાં.

દરિયો એથી ગમવા લાગ્યો,
દિલ લાગ્યું છે મછવારીમાં.

સ્પર્શે સ્પર્શે તું છે વ્હાલી,
તું  છે  ભીની  કંપારીમાં.

*આલાપ*
#CM_Sarkaar

No comments:

Post a Comment