*જીવ મારો મનમોજીલો*
આ જીવ મારો મનમોજીલો
આમ તેમ ભટકેલો ,છટકેલો
વેદના-સંવેદનાથી ભરેલો
મારી ભીતર બેસી મને જ ડંખેલો
નિત્ નવા કારણો દૈ
એ તો મને સમજે ઘેલો
આ જીવ મારો મનમોજીલો.
વાત, કરવા ખાતર વાત કરે
જીવવા ખાતર જીવતો
જીવડો મારો કયાં ને...
ખોળિયુ મારું કયાં લઈ ફરતો
જુએ કયારેક
સ્વપ્ન સલોણા ને
ક્યારેક
ઉદાસી આંચલ ભરે
આંસુની તો પાળ છીછરી
ઘોડાપૂર વેદના થઇ વ્હેતો
આ જીવ મારો મનમોજીલો
સમજુ જેટલો એને,
એટલો જ એ મને
રોજ કરડેલો
સંસાર સાથે ના કોઈ સગાઈ એને
કૃષ્ણસાથે મનથી એ પરણેલો
એટલે જ તો છે એ ...
આટલો વટકેલો ,ફટકેલો
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment