ટૂંકી
બહેરમાં એક ગઝલ.
છંદ - ગાગાલગા ,
મુસ્ .તફ્. ઇ.લુન.(રજઝ)
ચોખ્ખો હિસાબ,
ખુલ્લી કિતાબ.
કાંટા વચાળ,
મ્હેકે ગુલાબ.
તૂટ્યું હૃદય,
હાર્યા જનાબ.
સ્હેલા સવાલ,
અઘરા જવાબ.
ખોટાં કરમ,
કેવો રુઆબ?
માથું નમ્યું,
બોલો જનાબ.
ઊંઘો તમે,
જાગે ખવાબ.
- 'શિલ્પી' બુરેઠા
No comments:
Post a Comment