Wednesday, 30 November 2016

અછાંદસ

મા
હું છુ નાનો બાળ
મને તેડી લે,
તારા પાલવનો પમરાટ
મને મૂંઝવે નહિ વાટ
રમતો જગત ચોપાટ
તારી આંગળીએ
ટેવાવું છે મારે
મને ખબર છે,
તરતા તરતા
હાંફી જવાશે
મોજાંની થપાટ
તૂટી જવાશે
ચૂકી જવાશે
છૂટી જવાશે
હું તરણાં સમ
વધતો રહેશે ભાર
આ નાવ ડૂબે
મને વળગી રે
હું છું નાનો બાળ. ....
                      બીના શાહ.
                                      

No comments:

Post a Comment